૧. ‘પ્રભાફૂટ’ કૃત્રીમ પગ (ગોઠણથી ઉપર) 
  ‘પ્રભાફૂટ’ કૃત્રિમ પગ ગોઠણ ઉપર કપાયેલા દર્દી માટે આશીર્વાદરૃપ છે, તે દર્દીને જમીન પર પલાંઠીવાળી બેસવા માટે, સાઈકલ ચલાવવા માટે અને ભારતીય શૌચાલયમાં જવા માટે મદદરૃપ થાય છે. વજનમાં હકલો, વ્યાજબી કીંમતનો અને અનુકૂળ છે. નાનું-મોટું રીપેરીંગ સરળતાથી થઈ શકે છે.
   
૨. કૃત્રીમ પગ (ગોઠણથી નીચે)
  આ પગ ઝડપથી બનાવી શકાય છે. વજનમાં હલકો, સાચા પગ જેવો, ગામડાંઓ માટે અનુકૂળ છે. દર્દીને ટુંક સમયમાં ફાવી જાય તેવો અને તદ્દન રાહતદરે.
   
૩. કૃત્રીમ હાથ (કોણીથી ઉપર)
  તે રેઝીન કેમિકલથી બનાવવામાં આવે છે અને કેબલ સીસ્ટમ પર કામ કરે છે. તેને દર્દીના કાંડા પરથી ફેરવી શકાય છે. સાયકલ ચલાવવા અને લખવામાં મદદરૃપ થાય છે. તે કોણી પરથી વળી શકે છે. દર્દીને ખાવા-પીવામાં મદદરૃપ થાય છે. થોડાં દીવસની પ્રેક્ટીસ પછી દર્દી આત્મનિર્ભર થઈ  શકે છે.
   
૪. કૃત્રીમ હાથ (કોણીથી નીચે)
  આ હાથ ઝડપથી બનાવી શકાય છે અને બેલ્ટ સીવાય કોઈપણ ભાગ બદલવાની જરૃર રહેતી નથી. થોડાક સમયની ટ્રેનિંગ પછી રોજીંદી ક્રિયા સરળતાથી કરી શકે છે.
   
૫. પોલીસેન્ટ્રીંક ની બ્રેસ
  આ સાધન પહેરવાથી ની રીપ્લેસમેન્ટ સર્જરી ટાળી શકાય છે. તે વેઈટ ટ્રાન્સફર સીસ્ટમ પર કામ કરે છે, જેના લીધે બે હાડકાં વચ્ચે જગ્યા થાય છે, આ સાધન વજનમાં હલકું, પરેવામાં સાદુ અને આડઅસર રહીત છે. અમુક વર્ષ પહેરવાથી કાર્ટેઝ રીફીલ થાય છે અને પછી પહેરવાની જરૃર રહેતી નથી.
   
૬. કેલીપર્સ
  પોલીયોને લગતા કેલીપર્સ કોઈપણ ઓર્થોપેડિક ડૉક્ટરની ભલામણથી દર્દીને અનુરૃપ બનાવી અપાય છે. તે પોલીપ્રોપલીન પ્લાસ્ટીકમાંથી બને છે. ચામડાનું લેમિનેશન કરાવાય છે. દર્દીને ગમતા બૂટ પહેરી શકાય છે.