શિક્ષકોની તાલીમ કોલેજ

શરૂઆતના વર્ષોમા આપણા સમાજમા શ્રવણમન્દ બાળકોની સંખ્યા ખૂબ વધારે હતી. તેની સામે તેઓને વિશિષ્ટ શિક્ષણ આપી શકે તેવા શિક્ષકોની સંખ્યા ખૂબ ઓછી હતી. આ પડકારને ઝીલવા માટે શ્રી શાહ કે.એલ. ઈન્સ્ટિટ્યુટ ફોર ધી ડેફના ટ્રસ્ટીઓએ શ્રવણમન્દ બાળકોના શિક્ષણ માટે કાર્યક્ષમ, સર્જનાત્મક, જવાબદાર અને વિશ્વાસુ વિશિષ્ટ શિક્ષકો તૈયાર કરવા માટે સન ૧૯૮૧મા ટીચર્સ ટ્રૈનિંગ કૉલેજની શરૂઆત કરી.

બી.એડ.(એચ.આઈ) અભ્યાસક્રમ ભાવનગર યુનિવર્સિટી સંલગ્નિત છે. આ કોર્સ માતેનો સમયગાળો એક વર્ષનો છે. આ અભ્યાસક્રમ સત્ર પદ્ધતીથી ચાલે છે. આ અભ્યાસક્રમમા પ્રવેશ માટેની લાયકાત બી.એ / બી.એસ.સી. / બી.કોમ. કે તેને સમકક્ષ સ્નાતક કક્ષાએ ૫૦% માર્કસ હોવા જરૂરી છે. અભ્યાસક્રમનુ માધ્યમ ગુજરાતી છે. બંને સત્રોમાં ૯ થિયરી વિષયો ઉપરંત પ્રાયોગિક કાર્ય પણ હોય છે. આ અભ્યસક્રમમા કુલ ૨૫ તાલીમાર્થીઓને પ્રવેશ મળી શકે છે. આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થી શ્રવણમંદ બાળકોના વિશિષ્ટ શિક્ષક તરીકેનુ કામ કરી શકે છે.