અન્ય પ્રવૃત્તિઓ

આ શિક્ષણનો ઉદ્દેશ ભણવાની સાથોસાથ ઈતર પ્રવૃત્તિઓનો સમાવેશ પણ છે. આ માટે વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહન પૂ૨ું પડાય છે. દા.ત. રમત, ક્રાફ્ટ, આર્ટ, બ્યુટી પાર્લર, બુદ્ધિ કસોટી વગેરે. દર વર્ષે વિશ્વ બધિર દિન ઉજવાય છે, જેમાં રેલી, જનજાગૃતિ કાર્યક્રમો, ઓપન સ્કૂલ ડે, રેગ્યુલર (સાંભળતા બાળકોની) શાળામાં જાગૃતિના વિવિધ કાર્યક્રમો વગેરેનું આયોજન કરીએ છીએ.