તહેવારો અને ઉત્સવોની ઉજવણી

ભારત વિવિધ તહેવારોનો દેશ છે. તેમા અનેક પ્રકારના ભિન્ન-ભિન્ન જાતિના પહેરવેશ તથા રીત-રીવાજ જુદા-જુદા હોવાથી તહેવાર અને તેની ઉજવણીમા વિવિધતા જોવા મળે છે. શ્રવણમંદ બાળકોમા આવી સમજ ફકત વાતચીત કે ચિત્ર દર્શન કરાવીને થઈ શકે નહી તેથી તેનામા યોગ્ય સમજ-અભિરૂચિ અને તહેવાર તથા પ્રસંગો ઉજવવાનો હેતુ સ્પષ્ટ થાય તે માટે દેશમા ઉજવાતા તહેવારો તથા લગ્ન કે જન્મ દિવસ જેવા પ્રસંગોની ઉજવણી નાટકોની ભજવણી દ્વ્રારા પ્રત્યક્ષ કરવામા આવે છે. આ રીતે સામાજીકરણની દિશામા તેઓ આગણ વધે છે અને તેમની ભાષાનો વિકાસ થાય છે.