સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

નૃત્ય, અભિનય, રાસ-ગરબા એ આપણો સાંસ્કૃતિક વારસો છે. આ પ્રવૃતિને વિકસાવવા દરેક બાળકોને સ્ટેજ ઉપર આવવાની તક આપવામા આવે છે. આ માટે સંસ્થામા અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, લાઈટીંગ સાથેનુ સેન્ટ્રલી એ.સી. "મહાવીર ઓડીટોરીયમ" છે, જ્યાં દરરોજ શાળાના બાળકો અને શિક્ષકો પ્રાર્થના કરે છે. શાળામા થતી વિવિધ પ્રવૃતિઓ, તહેવારોની ઉજવણી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે આ ઓડિટોરિયમ ખુબ જ ઉપયોગી છે. સાંસ્કૃતિક ક્ષેત્રે સંસ્થાના બાળકોએ રાજય અને રાષ્ટ્રકક્ષાએ અનેક શિલ્ડ મેળવી મોખરાનુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.