શૈક્ષણિક પ્રવાસ

બાળકો વર્ગમા બેસી કિતાબી કીડા ન બની રહે અને પર્યાવરણમાંથી અનુભવ મેળવી તે દ્વારા ભાષા શીખે તે માટે વર્ષમા બે વખત પ્રવાસનુ આયોજન કરવામા આવે છે. આ ઉપરાંત શૈક્ષણિક પાઠોના સંદર્ભમા ખેતર, મંદિર, હોસ્પિટલ, પોસ્ટ-ઓફિસ, બગીચો, નદી વગેરે પર્યાવરણના પ્રવાસો શિક્ષકો જરૂરિયાત મુજબ બાળકોને ફેરવે છે.